Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાકિસ્તાનની શરમજનક હાર, ન્યુઝીલેન્ડના બોલરો સામે 182માં સમેટાયુ

પાકિસ્તાનની હાલનો સિલસિલો વ્હાઈટ બોલ સિરીઝ શરુ થતા જ અટકતો લાગી રહ્યો હતો. પ્રથમ વનડે મેચમાં પાકિસ્તાને જીત મેળવી હતી. પરંતુ આસાન લક્ષ્ય સામે બીજી વનડેમાં પાકિસ્તાને હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન માટે ઘર આંગણે આ શરમજનક હાર નોંધાઈ છે. પાકિસ્તાની બેટ્મસેનોએ કિવી બોલરોના સામુહિક આક્રમણ સામે કંગાળ પ્રદર્શન કર્યુ હતુ. આમ આસાન લક્ષ્ય સામે પાકિસ્તાનની 79 રને હાર થઈ છે. પાકિસ્ત
પાકિસ્તાનની શરમજનક હાર  ન્યુઝીલેન્ડના બોલરો સામે 182માં સમેટાયુ
Advertisement

પાકિસ્તાનની હાલનો સિલસિલો વ્હાઈટ બોલ સિરીઝ શરુ થતા જ અટકતો લાગી રહ્યો હતો. પ્રથમ વનડે મેચમાં પાકિસ્તાને જીત મેળવી હતી. પરંતુ આસાન લક્ષ્ય સામે બીજી વનડેમાં પાકિસ્તાને હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન માટે ઘર આંગણે આ શરમજનક હાર નોંધાઈ છે. પાકિસ્તાની બેટ્મસેનોએ કિવી બોલરોના સામુહિક આક્રમણ સામે કંગાળ પ્રદર્શન કર્યુ હતુ. આમ આસાન લક્ષ્ય સામે પાકિસ્તાનની 79 રને હાર થઈ છે. પાકિસ્તાન ટીમ માત્ર 182 રન 43 ઓવરમાં નોંધાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વનડે સિરીઝ હવે 1-1ની બરાબરી પર પહોંચી છે.

Advertisement



ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. પરંતુ ન્યુઝીલેન્ડ તરફથી સુકાની વિલિયમસન અને ડેવોન કોન્વે સિવાયના તમામ બેટ્સમેનોએ નબળી રમત રમી હતી. આમ નિર્ધારિત ઓવર પૂર્ણ કરવાના એક બોલ પહેલા જ કિવી ટીમ 261 રનમાં જ સમેટાઈ ગઈ હતી.

Advertisement

પાકિસ્તાની ઓપનરો સસ્તામાં પરત ફર્યા

કિવી બોલરો ટિમ સાઉથી અને લોકી ફર્ગ્યુશને ઓપનીંગ જોડીને ઝડપભેર પેવેલિયનનો રસ્તો મપાવ્યો હતો. પાકિસ્તાન ટીમ લક્ષ્યનો પિછો કરવા માટે બેટિંગ ઈનીંગમાં ઉતરતા જ ત્રીજી ઓવરમાં પ્રથમ ઝટકો મળ્યો હતો. ફખર ઝમાન શૂન્ય રનમાં જ પરત ફર્યો હતો. તેણે પોતાનુ ખાતુ ખોલવા માટે 7 બોલનો સામનો કર્યો હતો, પરંતુ સફળતા મળી નહોતી જોકે સાતમાં બોલ પર તે ટિમ સાઉથીનો શિકાર થઈ ચૂક્યો હતો. આમ ત્રીજી ઓવરના ચોથા બોલ પર ઝમાન આઉટ થઈ પરત ફર્યો. એ વખતે પાકિસ્તાનનો સ્કોર માત્ર 6 રન હતો.

રિઝવાન ત્રીજી વિકેટના રુપમાં આઉટ થયો હતો

જે 6 રન ઈમામ ઉલ હકના બેટથી આવ્યા હતા. ફખર ઝમાનને લોકી ફરગ્યુશને કરાચી સ્ટેડિયમના પેવેલિયનનો રસ્તો મપાવતો કરી દીધો હતો. ઝમાન ચોથી ઓવરના ત્રીજા બોલ પર ડેરિલ મિશેલના હાથમાં કેચ ઝિલાયો હતો. જોકે બાદમાં રિઝવાન અને બાબર આઝમે રમતને સંભાળવા પ્રયાસ કર્યો હતો. જોકે રિઝવાન ત્રીજી વિકેટના રુપમાં આઉટ થયો હતો. તેણે 50 બોલમાં 28 રન નોંધાવ્યા હતા. ત્યારબાદ હરીસ સોહિલ 21 બોલનો સામનો કરીને 10 રન નોંધાવી ફિલિપ્સનો શિકાર થયો હતો.

સૌથી વધારે બાબર આઝમે પાકિસ્તાન વતી રન નિકાળ્યા

આમ તો પાકિસ્તાનની હાર વધારે શરમજનક બનવાની હતી, પરંતુ સુકાની બાબર આઝમે ધીમી પણ અડઘી સદી નોંધાવી હતી. તેણે 114 બોલનો સામનો કરીને 79 રન નોંધાવ્યા હતા. આગા સલમાને 22 બોલમાં 25 રન નોંધાવ્યા હતા. જ્યારે મોહમ્મદ નવાઝે 5 બોલમાં 3 રન, ઉસામા મીરે 9 બોલમાં 12 રન અને મોહમ્મદ વાસિમ જૂનિયરે 13 બોલમાં 10 રનનોંધાવ્યા હતા. જ્યારે હરીસ રઉફ અંતિમ વિકેટના રુપમાં શૂન્ય રને આઉટ થયો હતો.

આપણ  વાંચો-કોલકાતામાં રમાશે બીજી વનડે, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.

×